શનિવાર, 24 ડિસેમ્બર, 2011

કેળવણીની સહઅભ્યાસિક પ્રવૃતિઓ



વિડીયો 




પ્રવેશોત્સવ 
નાનાં - નાનાં ભૂલકાંને આવકાર  અમારો. 

અમારું વનભોજન ( પ્રા. શાળા જોગણ સીમવર્ગ ) 

વાહ ! ભાઈ વાહ! પ્રકૃતિ માતાના ખોળામાં બેસીને જમવાની કેવી મજા !

CRC કક્ષાની  રમત - ગમત સ્પર્ધા  CRC ખડાણા


આ  મારી લાંબીફૂદ  કે  ઊચી ઉડાન ? 



અમે  શા માટે પાછળ રહીએ ?  રમતનો આનંદ અમે પણ લઈએ !!!!

મીના સોંગ  અને ગરબા 



અમે ઝુમીશું ઢોલના તાલે   તાલે.


 મીના કેબીનેટ 
શ્રી સી. વી. પટેલ પ્રાથમિક પે સેન્ટર શાળા.
ખડાણા,
તા. પેટલાદ. જી. આણંદ
પ્રયોજક શ્રી સરોજબેન જે. મેકવાન

આસી
. શિક્ષિકા પે. સેન્ટર શાળા ખડાણા
માર્ગદર્શક : શ્રી હસમુખભાઈ પ્રજાપતિ
બી.આર.સી. કો-ઓર્ડિનેટર
બી.આર.સી. આમોદ તા. પેટલાદ
 શ્રી રાયસંગભાઈ વીતળપદા
સી. આર.સીકો-ઓર્ડિનેટર ખડાણા
જશવંતભાઈ એ. પરમાર
આચાર્યશ્રી, પે સેન્ટર શાળા ખડાણા
શ્રી સી.વી.પટેલ પે સેન્ટર શાળા ખડાણા
મીના કેબિનેટના હેતુઓ
 વર્ગવ્યવહાર રસપ્રદ બનાવવો
 અઠવાડિક બેઠક યોજવી
  મીના કેબિનેટના અધ્યક્ષશ્રીએ તેમના કેબિનેટના સભ્યો સાથે દર શુક્રવારે બેઠક યોજવી જેમાં
  શાળાના દરેક વર્ગની હાજરીનું પ્રમાણ કેટલું છે?
  ગેરહાજર રહેતા બાળકોને શાળામાં નિયમિત લાવવા માટે શું કરવું જોઈએ તેની ચર્ચા કરવી.
  હાજરી ચાર્ટ બનાવવો અને તેના ફાયદા સમજાવવા.
  માસિક બેઠકમાં બાળકોની હાજરી અંગે ચર્ચા કરવી.
 બાળકોની શૈક્ષણિક ક્ષમતામાં વૃદ્ધિ કરવી.



વર્ષ અંતે વધુમાં વધુ હાજરીવાળા વર્ગને મીના પ્રમાણપત્ર આપવું.

શ્રી સી.વી.પટેલ પે સેન્ટર શાળા ખડાણા
મીના મંચના ઉદ્દેશો
     કન્યાઓ યોગ્ય વયે શાળામાં દાખલ થાય.
     કન્યાઓ નિયમિત શાળામાં આવે.
   કન્યાઓમાં સહયોગ અને નેતૃત્વની ભાવના વિકસિત થાય.
       શિક્ષણ સાથે સંકળાયેલ મુદ્દા પર જાગૃતતા પેદા થાય તેમજ આરોગ્ય અને સ્વચ્છતા જેવા મુદ્દાઓને ઉત્તેજન મળે.
     શાળાઓમાં કન્યાઓનો સ્થાયીકરણ દર વધારવો.
    શાળામાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતામાં વૃદ્ધિ કરવી.



શ્રી સી.વી.પટેલ પે સેન્ટર શાળા ખડાણા
મીનામંચ કાર્યક્રમ ૨૦૧૦-૧૧
અહેવાલ માહે જુલાઈ
    અત્રેની પ્રા. શાળા, ખડાણા તા. પેટલાદ જી. આણંદમાં ફરજ બજાવતાં શ્રી સરોજબેન જોસેફભાઈ મેકવાને મીના કેમ્પેઈન કાર્યક્રમનું આયોજન કર્યું.
    શાળા કક્ષાએ મીના કેબિનેટની રચના કરવામાં આવી. મીના મંચ તથા મીના કેબિનેટના બાળકોએ હાજરીનો ચાર્ટ તૈયાર કર્યો. મીના કેબિનેટના સભ્યોએ તેમની ફરજો, કામગીરીની સમઝ આપવામાં આવી. ધોરણ ૬/૭ માં ભણતી બાળાઓની અભણ માતાઓની યાદી તૈયાર કરી, જે અભણ માતાઓને ભણાવે.
    ધોરણ ૬/૭માં ભણતી બાળાઓની માતાઓને શાળામાં બોલાવી મુલાકાત ગોઠવવામાં આવી. ભણવાના મુદ્દાની ચર્ચા કરી સમજ આપી. મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી. જેમાં સમાજમાં માતાઓનું મહત્વ સમજાવવામાં આવ્યું. એક માતા સો શિક્ષકોની ગરજ સારે, મા તે મા બીજા બધા વગડાના વા. જે વિશે વકૃત્વ સ્પર્ધા ગોઠવી. ઈનામ કરવામાં આવ્યું.
    મુલાકાતી તમામ માતાઓને ચા-નાસ્તો આપવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમમાં માતાઓએ ઉત્સાહથી ભાગ લીધો.
    અંતે રાષ્ટ્રગાન કરી સભાનું વિસર્જન કરવામાં આવ્યું.
શ્રી સી.વી.પટેલ પે સેન્ટર શાળા ખડાણા
મીનામંચ કાર્યક્રમ ૨૦૧૦-૧૧
અહેવાલ માહે ઑગસ્ટ
    મીનામંચ કાર્યક્રમ અંતર્ગત મીનાસંઘ, શાળા કક્ષાની કમિટિઓની રચના કરવામાં આવી.
    આ માસ દરમિયાન ચોમાસાના વિવિધ રોગોની જાણકારી, માહિતિ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ત્રી નર્સ દ્વારા સમજ આપવામાં આવી.
    શાળાના મેદાનમાં બહારની ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું. વૃક્ષોને બચાવવા સલામતિ માટે વૃક્ષોની ફરતે સક્ષણાર્થે પાંજરૂ ગોઠવવામાં આવ્યું.
    શાળામાં આ માસ દરમિયાન રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. વિવિધ રાખડીઓ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ ખૂબ જ ઉત્સાહથી આકર્ષક રાખડીઓ બનાવી. પ્રદર્શિત કરવામાં આવી. ઉત્તમ રાખડીઓ માટે પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા.
    ધો. ,૪ અને ૫ ના બાળકો વચ્ચે એક તથા ધોરણ ૬-૭ના બાળકો વચ્ચે એક એમ સમાચાર પત્ર બનાવે. સારી પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી.


શ્રી સી.વી.પટેલ પે સેન્ટર શાળા ખડાણા
મીનામંચ કાર્યક્રમ ૨૦૧૦-૧૧
અહેવાલ માહે સપ્ટેમ્બર
    મીના કેમ્પેઈન અંતર્ગત મીનામંચ અને મીના કેબીનેટના સભ્યોની મિટિંગ કરવામાં આવી.
    મિટિંગમાં કરેલ પ્રવૃત્તિઓ તેમજ કરવાની પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી. વિષયવાર ક્વીઝ ગુજરાતી, ગણિત, અંગ્રેજી તથા વિજ્ઞાન વિષયોની ક્વીઝ માટેનું સુંદર આયોઅન કરવામાં આવ્યું. ધોરણ ૩ થી ૭ વર્ગવાર ભાગ લેનાર બાળકોને શૈક્ષણિક રબર-પેન્સિલ જેવી સામગ્રી ઈનામ સ્વરૂપે આપી. અને તેમનું પ્રાર્થનાસભામાં ત્રણ તાળીઓથી બહુમાન કરવામાં આવ્યું. બીજી લેખિત કસોટીમાં તમામ બાળકો પરીક્ષામાં હાજર રહી પરીક્ષા આપે તે માટે મીનામંચ-કેબીનેટ સભ્યોને સૂચન આપી.
    આ માસ દરમિયાન ધાર્મિક તહેવારો રમઝાન ઈદ તથા ગણેશ ચતુર્થીની ઉજવણી કરવમાં આવી. ધાર્મિક તહેવારોનું મહત્વ સમજાવવામાં આવ્યું. વર્ગવાર માસ દરમિયાન સૌથી વધુ હાજરીવાળા બાળકોને ઈનામ આપવામાં અવ્યા.


શ્રી સી.વી.પટેલ પે સેન્ટર શાળા ખડાણા
મીનામંચ કાર્યક્રમ ૨૦૧૦-૧૧
અહેવાલ માહે ઑક્ટોબર / નવેમ્બર
આ માસ દરમ્યાન મીના કેમ્પેઈન કાર્યક્રમ અંતર્ગત મીના મંચ તથા મીના કેબીનેટના સભ્યોની મિટિંગ આયોજીત કરી ગત માસની પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરવામાં આવી.
ચાલુ માસે દિવાળીના તહેવારને અનુરૂપ દિવાળી કાર્ડ બનાવવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી. બધા જ ધોરણવાર વિવિધ દિવાળી કાર્ડ બનાવવામાં આવ્યા. સ્પર્ધામાં ભાગ લેનાર બાળકો તથા પ્રથમ આવનાર બાળકોને ઈનામ વહેંચવામાં આવ્યા. ત્યારબાદ રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું. બાળકોએ વિવિધ રંગો, વનસ્પતિના પાંદડા, બંગડી , ચણોઠી, ચોક રંગીન દોરાઓના ઉપયોગથી રંગોળી બનાવી. વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા.
વિવિધ ચિત્રો દોરવા ચિત્ર સ્પર્ધા કરવામાં આવી. સારા ચિત્રો દોરનાર વિજેતા બાળકોને ઈનામ આપવામાં આવ્યા. બાળગીત/અભિનય ગીતોની સ્પર્ધા ગોઠવવામાં આવી. શાળામાં અનિયમિત બાળકો, શાળામાં ન આવતા બાળકો માટે વાલી મિટિંગ ગોઠવી, વાલીઓને બાળકો નિયમિત આવતા થાય તે સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવ્યું. ગાંધી જયંતીની ઊજવણી કરવામાં આવી. સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું.


શ્રી સી.વી.પટેલ પે સેન્ટર શાળા ખડાણા
મીનામંચ કાર્યક્રમ ૨૦૧૦-૧૧
અહેવાલ માહે ડિસેમ્બર
    દિવાળી વેકેશન બાદ બાળકો શાળામાં નિયમિત બને તે હેતુસર મીનાસંઘ, મીના મંચ તથા મીના કેબીનેટના સભ્યોને વાલીઓ, બાળકોને સમજાવવા માટે અભિયાન ચલાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ માસ દરમ્યાન દાદા-દાદી ડે ની ઊજવણી કરવામાં આવી. શાળામાં ભણતા બાળકોના દાદા-દાદીઓને શાળામાં બોલવવામાં આવ્યા. શાળાના તમામ વર્ગોની મુલાકાત લેવામાં આવી. શાળામાં બાળ સભા ગોઠવી દાદા-દાદી દ્વારા વારા ફરતી તેઓના મુખે વ્યક્તિગત વાર્તા કથન કરવામાં આવ્યું. શાળામાં ભણતા બાળકોના દાદા-દાદીઓ દ્વારા જુનવાણી, પ્રાદેશિક લોકબોલીમાં રજૂ કરેલી વાર્તાઓમાં બાળકોને ખૂબ રદ પડ્યો. બાળકોને વાર્તા સંભળવાની મજા આવી. શ્રેષ્ઠ વાર્તાઓની નોંધ રાખવામાં આવી.
શાળામાં ભણતા બાળકોના દાદા-દાદીઓને માટે ચા-નાસ્તાની ગોઠવણ કરી ચા-નાસ્તો આપવામાં આવ્યો.

2 ટિપ્પણીઓ:

  1. ભાઇશ્રી રાયસંગભાઇ આપશ્રીએ ખૂબ જ સુંદર સાઇટ બનાવી છે. સૌને ખૂબ જ ઉપયોગી થઇ પડશે. ખૂબ ખૂબ ધન્યવાદ

    જવાબ આપોકાઢી નાખો